STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

વૃક્ષને રક્ષાબંધન

વૃક્ષને રક્ષાબંધન

1 min
300

આજે વૃક્ષને બાંધોને કોઈ રાખડી,

એની રક્ષા કાજે લ્યો કોઈ આખડી,


ઠેરઠેર છેદાતાં વૃક્ષો વિષય ચિંતાનો,

પર્યાવરણ કરે દૂષિત ભય છે સદાનો,

વાવી તરુવર ઉછેરીએ થૈ માનવકડી.


અંગાર આક્રમણે સંતુલન ખોરવાતું, 

પ્રાણ ઘટતાં માનવમન કેવું રે મૂંઝાતું, 

લઈએ માનવ સાથે દ્રુમને સૌ સાંકળી.


જન્મથી જનાજા સુધી એનો સથવારો,

કરી પરોપકારને સફળ કરતાં અવતારો,

વનૌષધિને અન્ન,વસ્ત્ર, આવાસ દેતાં વળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational