STORYMIRROR

Haresh Kanani

Classics

3  

Haresh Kanani

Classics

વિશ્વાસ

વિશ્વાસ

1 min
13.9K


બાળકોને વિશ્વાસ છે

તૂટેલા દાંત લઇ જશે ચકલી

અને આગલા મહીને -

ભગવાન ચાંદીનો નવો દાંત મોકલશે...


વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં..

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી આ રાતમાં

ગાઢ નિંદ્ર હોવા છતાં

કોઈ સુંદર સ્વપ્ન આવવાની..?


અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો

અમને ક્યાં ખબર હતી

કે

એ ઊંટ કે ઘોડાને

તું છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં...!


Rate this content
Log in

More gujarati poem from Haresh Kanani

Similar gujarati poem from Classics