STORYMIRROR

Sejal Desai

Thriller

3  

Sejal Desai

Thriller

વચ્ચે

વચ્ચે

1 min
444

જીંદગી આજ ને કાલ વચ્ચે,

જીવતી એક પળ રાખ વચ્ચે.

કેમ હંમેશ પ્રશ્નો સહે સ્ત્રી?

રોજ સીતા ઉભી આગ વચ્ચે.


આયનામાં રહીને કરે શું?

  જાતને છેતરે સાવ વચ્ચે.

થાય દર્દી દવાથી જ સારો?

 તું દુવાઓ ખરી લાવ વચ્ચે.


મન કહે એ કરે કેમ ના તું ?

કેમ જીવે સદા ભાર વચ્ચે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller