અવાચક
અવાચક
ઘોર અંધારી રાત છે ભયાનક..
બારણે ટકોરા પડે છે ટક ટક..
ધડકન દિલની વધી રહી છે ધકધક..
કોણ હશે આગંતુક આમ અચાનક !!!
વિચારોની ગતિ બની રહી છે ઘાતક..
પરસેવાની ધાર સરકી રહી છે મસ્તક...
એવામાં એક અવાજ આવ્યો ધબક ...
સ્વપ્નમાંથી જાગીને બની હું અવાચક !!!
