વાત છે
વાત છે


કોઈના દર્દને સાંભળવાની વાત છે.
શક્ય હોય તો દૂર કરવાની વાત છે.
હાસ્ય એકાદ ચહેરા પર લાવવાનું,
કોઈ ઊંડા ઘાવ રુઝવવાની વાત છે.
હસતા ચહેરા તો સૌ કોઈને ગમતાં,
કોઈનાં આંસુઓ લૂછવાની વાત છે.
પીડા કોઈની પરખી ઉર જો દ્રવતું,
કોઈનાં ખબર અંતર પૂછવાની વાત છે.
કદી કોઈના પગ પકડી આજીજી કરી,
ભૂલો એ કોઈ હાથને પકડવાની વાત છે.