STORYMIRROR

Dhavin Boricha

Inspirational

3  

Dhavin Boricha

Inspirational

વાહ ! રે કુદરત, વાહ

વાહ ! રે કુદરત, વાહ

1 min
265

જિંદગી બદલી, સમય બદલ્યો,

આપી દીધો એક વિરામ, 

વાહ ! રે કુદરત, વાહ રે તારી મહેર.


હંમેશા ભાગતા, દોડતા મનુષ્યને, 

બેસાડી દીધા શાંતિ જપતા ઘરે,

પ્રભુનું નામ જપો, પરિવારની સાથે રહો. 

વાહ ! રે કુદરત, વાહ રે તારી મહેર.


સમજાવી દીધા પૈસાની પાછળ દોડતા માનવીને, 

સમજાવી દીધા કુદરતની દુરદશા કરનાર માનવીને, 

કે હું છું આગળ તરાથી બે ડગલાં,

સમજાવું છું હું તને આપીને પરચો. 

વાહ ! રે કુદરત, વાહ રે તારી મહેર.


કાલની દોડમાં ભાગતા ભાગતા,

જીવતા આજમાં છે શીખવાડયું. 

ગાતા ,નાચતા ,ઝુમી ઉઠતા,

થોડાસામા ખુશ રહેવાનું શીખવાડયું. 

નાની નાની વાતમાં આનંદ દેખાડયું,

ખરો આનંદ પોતાનામાં રહેવાનું શીખવાડયું. 

વાહ ! રે કુદરત, વાહ રે તારી મહેર.


છતાં છે આજે માનવીને વિશ્વાસ,

અંધકાર પછી ઉજાસ આવશે,

રાત પછી સવાર આવશે. 

મોટો બદલાવ માનવીમાં આવશે,


ખરી જિંદગી જીવતા શીખવાડશે.

હંમેશા આનંદમાં રહેતા શીખવાડશે. 

ફરી એતાજગી ભરપૂર દિવસ નવો દિવસ આવશે.    

વાહ ! રે કુદરત, વાહ રે તારી મહેર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational