મારું ઘર
મારું ઘર
મારું ઘર કુદરતના લખલૂટ ખજાનામાંથી આપેલી એક ભેટ,
હું આભારી છું મારા ભગવાનની, મારા પરિવારની અને કુદરતની,
જેમણે આપી છે મને અમૂલ્ય સોગાદ,
શરૂઆતમાં રડતા કકળતાં જીવતી,
જીવતા શીખવાડયું છે આ મારા ઘરે,
જિંદગીના ખાટા મીઠા સંભારણા છે આ મારું ઘર,
પ્રેમના તાંતણે બાંધનાર છે આ મારું ઘર,
પરિવારને એક તાંતણે બાંધનાર છે આ મારું ઘર,
જિંદગીનો મીઠો સ્વાદ આપનાર છે આ મારું ઘર,
મારા મિત્ર બની સાથે રહેનાર,
સુંદર મજાના ઘર સાથે મને સાથ સહિયારો આપનાર,
ચારેબાજુથી આશીર્વાદ આપનાર....જાણો છો કોણ?
એ છે વૃક્ષો...આંબા, પીપળાને નાળિયેરીનો સાથ,
હંમેશા સદ્દભાવથી આપવામાં માનનાર,
હંમેશા મને ખુશી આપનાર ને મારી વાતો સાંભળનાાર.
એવા કુદરતના સાનિધ્યને મારા ઘર સાથે મેળવનાર,
હું માનું છું કુદરતનો અનંત ઉપકાર.
એવું જ સાનિધ્ય બધાને મળે એવી જ કરું છું હું અંતરથી પ્રાર્થના.