STORYMIRROR

kullin patel

Fantasy

3  

kullin patel

Fantasy

ઉત્તરાયણનો રંગ

ઉત્તરાયણનો રંગ

1 min
975

એકબીજાનાં ધાબા પર, માસ્કમાં

અજનબી લાગતાં માણસોની ભીડમાં

ખોવાયેલ કોરોના નો કાળ છું


રંગબેરંગી વસ્ત્રોમાં અને અવનવાં માસ્કની પાછળનાં

ચાહેરા પર પ્રેમ નાં સંબંધોની ખોવાયેલ ઓળખાણ છું

દોસ્ત હું રંગ છું પણ દંગ છું


કોઈની ભાર દોરીમાં કપાયેલી કોરોનાની કાળી ચીલ છું,

તો બાજુનાં ધાબેથી છૂટ આપયેલો

અને ઉંચા આકાશે ચઢેલો લાલ રંગની ઢાલ છું


મહેંદી ભર્યા હાથે અને માસ્કની સાથે ફીરકી પકડીને ઉભેલી

પ્રિયતમાનો સુરતી માંજાનો પહેલો પ્રેમ છું,

દોસ્ત હું રંગ છું પણ દંગ છું


એકબીજાના મુખે શુશોભિત,

રંગબેરંગી માસ્કને લીધે,

અધૂરી ઓળખાણ છું,


પણ,આંખોનાં ઈશારે થતી વાતચીત્તનો દોર છું,

છતાંય બે ગજ ની દૂરી રાખી પ્રસાસન નું સન્માન છું

દોસ્ત હું રંગ છું પણ દંગ છું


રંગબેરંગી આકારોની પતંગોથી શુશોભિત ખુલ્લું આકાશ છું,

ચારેય બાજુ બહુમાળી મકાનોની વચ્ચે દેખાતી,

અમદાવાદની શાન પતંગ હોટેલ છું,


લો રાઈઝ બિલ્ડીંગનાં ધાબાં પર ઓછી ભીડનાં ટોળાંમાં,

કોરોના પોઝિટિવથી ભયભીત માનવ છું,


કોઈકના હાથમાં કડક મીઠી ચા છું,

તો કોઈકનાં મોંઢામાં ગોળની ચીક્કી છું

દોસ્ત હું રંગ છું પણ દંગ છું


કોઈનો સ્થિર હવામાં ચઢેલો આંખેદાર લાલ પતંગ છું,

તો કોઈકની ઠુંમકા મારીને માંડ ચઢેલી રાણી કલરની ફૂદ્દી છું,


આકાશમાં ઉડતાં અને ધાબાઓ પર જામેલી,

ભીડને શોધવાં પોલીસની બાજનજર ડ્રોન છું.


ધાબા પર ભેગી થયેલી કન્યાઓનાં,

હાથેથી પતંગો ની બંધાયેલી કિન્યા છું,

દોસ્ત હું રંગ છું પણ દંગ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy