STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ઉર મારું

ઉર મારું

1 min
508

સ્નેહસંગ સદાય રમતું ઉર મારું,

અવિરત જે હો ધબકતું ઉર મારું,


લાગણીની દુનિયામાં જે અગ્રેસર,

ઊર્મિઓથી ઝણઝણતું ઉર મારું,


પ્રેમ, દયા, કરુણા જેના વિષયો,

હેતનાં હિંડોળાથી ઝૂલતું ઉર મારું,


હશે અપેક્ષિત વાસ હરિનો જ્યાં,

પ્રાર્થના કરી અશ્રુ સારતું ઉર મારું,


બુદ્ધિના ગજથી કદી ન માપો એને,

દુઃખી દેખીને એ તરફડતું ઉર મારું,


હદ કરી નાખી હરિ હૃદય આપીને,

સૌથી સવાયું મને લાગતું ઉર મારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational