STORYMIRROR

Vibhuti Desai

Tragedy Others

3  

Vibhuti Desai

Tragedy Others

ઉપકાર

ઉપકાર

1 min
208

કેટ કેટલાં ઉપકાર છે તાત તણા 

આંગળીના વેઢે તો ક્યાં ગણાય છે ?


દિ' આખો પરિશ્રમ કરી ઘરે આવતાં,

મુજ બાળને જોઈ ચહેરો મલકી ઊઠતો,


થાક્યાં પાકયા ઘરે આવી હાશ કરતાં,

ઘર પરિવારમાં દિ' આખાનો થાક વિસરાતો,


પ્રેમથી મુજને રમાડતાં

અને હું અબૂધ પિતાથી ડરતો રહેતો. 


સમજણો થયો કિંતુ પિતાને ન સમજ્યો,

લાગણી પિતાની ઠુકરાવતો રહ્યો,


મુજ પ્રેમ માટે તરસતા રહ્યા પિતા 

ને એમની આંખોમાં એ તરસ જોઈ ના શક્યો,


વળાવી આવ્યા તાતને ત્યારે આવી સમજ,

પ્રેમ માટે ઝૂરતા પિતાની યાદમાં ઝૂરી રહ્યો છું આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy