તું
તું
તું મારા જીવન ઉપવનનું એ ફૂલ,
જેનાથી આખુ ઉપવન મ્હેકે.
તું મારી દિનચર્યાની એ કડી,
જેનાથી મારું જીવન ચાલે.
તું મારા શબ્દકોશનો એ શબ્દ,
જેનાથી મારો અર્થ સાર્થક નીકળે.
તું મારા મેઘધનુષ્યનો એ રંગ,
જેનાથી મારું જીવન સજે.
તું વ્હાલનો એ દરિયો,
જેનાથી મારી મમતા છલકે.
