તું તો નારી છો
તું તો નારી છો
ના,જોતી દોસ્તી તારી,
ના,જોતી દુશ્મની તારી,
કહેવામાં તો છું, પત્ની તારી,
રાખી ચાર દીવાલમાં મને,
સહિયારી ક્યાં બનાવી તારી ?
ઘરકામ, બાળસંભાળ ને,
વૃદ્ધોની સેવા ફરજ મારી,
આવે જો અધિકારની વાત,
તો સાંભળ,તું છો ભારતની નારી,
સાતથી સાત ફરજ,કર્તવ્યને સેવા,
એ જ કામગીરી તારી,
તું, જીવ ક્યાં છો ?
કે તું જીવે તારા માટે,
તને તો બનાવી છે પ્રેભુ એ,
સૌના માટે,
આ સ્વાર્થી દુનિયામાં,
તું તારા અસ્તિત્વને,
આપીશ પ્રાધાન્ય,
તો,તે ગુનો ગણાશે,
તને તારા માટે નહીં,
બીજા માટે જીવવાનું ફરમાન છે,
બીજા ને આધીન તારા અરમાન છે,
મળ્યું બિરદ, બલિદાનની દેવીનું,
આનાથી વિશેષ શું જોઈએ તારે,
દુનિયા યે અસ્તિત્વ તારું,
આલેખી દીધું છે,ચાર શબ્દોમાં,
તું નથી હકની અધિકારી,
"તું તો નારી છો"
