તું સરસ છે
તું સરસ છે
યાદોમાં રહે છે તું મારી, બાકી દુનિયામાં કસ ક્યાં છે,
જીંદગી જીવવી છે સાથે તારી, બાકી જીવનમાં રસ ક્યાં છે.
સવાર-સાંજ સ્મરણ કરતો રહું છું હું તારું,
ખબર નથી રહેતી મને, રાત ક્યાં છે ને દિવસ ક્યાં છે.
જીંદગીમાં આવી છે મારી તું લઈને ખુશીઓની સોગાત,
ભુલી ગયો હું દુઃખમાં પસાર થયેલ બધા વરસ ક્યાં છે.
બની ગઇ છે તું જીવન મારું, થઇ ગઇ છે હ્રદયની ધડકન,
જોયું જગ આખા ને, પણ તારાથી કોઈ સરસ ક્યાં છે !!!!!

