તું ના કર અભિમાન
તું ના કર અભિમાન
જ્યારે મળે ચારે બાજુથી માન,
જ્યારે વધે તમારી શાન,
નહિ કરતા અભિમાન,
માટીમાં જ મળી ગઈ એની જાન,
જેને હતું તાકાતનું બહુ અભિમાન,
તું ના કર નાહક અભિમાન,
તું ના કર આ શરીરનું અભિમાન,
ઊડી જશે હંસલો,
પડી રહેશે આ માટી,
ના કર નાહક અભિમાન,
બસ તું કર એવા કામ,
તારા ગયા પછી જગમાં રહે તારું નામ,
સદા કાળ રહે તારી શાન,
જગ કરે તારા અસ્તિત્વનું અભિમાન,
બસ એવું કર દુનિયામાં તું નામ,
રાજા મહારાજા પણ નથી રહ્યાં,
બળીને રાખ થઈ ગયા,
આ શરીર પણ ખાખ થઈ જશે
ના કર નાહક અભિમાન.