તો, માનું
તો, માનું
હૃદયે, સહ્યાં છે જખ્મો કેટલાંય,
યાદોને મનથી, તું અલગ કરી બતાવ,
તો, માનું!
આંખોએ કર્યો, ઈંતઝાર હર પળ,
આંસુ કોરું, હવે તું આંખેથી પાડી બતાવ,
તો, માનું !
સહ્યો છે તાપ, બળતા સૂરજનો,
સૂરજને, હવે તું ઓઝળ કરી બતાવ,
તો, માનું !
દિલથી કર્યો છે પ્રેમ, જાત ભૂલીને,
'ચાહત'ને દિલથી, અલગ કરી બતાવ,
તો, માનું !
