Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તને ખબર છે ?

તને ખબર છે ?

1 min
330


ભવોભવથી તને ઝંખ્યા કરું તને ખબર છે ?

જનેજને તને હું નિરખ્યા કરું તને ખબર છે ?


જાણ થઈ છે કે તને તારા ભક્તો પ્રિય ઘણા,

એમ માની સદાય રટ્યા કરું તને ખબર છે ?


ભક્તવત્સલતાનું બિરુદ તારું એક આધાર,

પામવાને નિશદિન તડપ્યા કરું તને ખબર છે ?


નામસ્મરણનો આશરો સદૈવ સાથી છે મારો,

દર્શન કાજે પ્રતિપળ વલખ્યા કરું તને ખબર છે ?


પ્રતિક્ષા કરીકરી ઈશ થાક્યો પણ ધીરજ હજુ,

મળશે એ વિશ્વાસે હું ધપ્યા કરું તને ખબર છે ?


આખ્ખે આખી જાત સમર્પી દીધી છે ધનુર્ધારી,

તારા આગમનની વાટ જોયા કરું તને ખબર છે ?


ભરોસો મારો ભગવંતથી અખૂટને અતૂટ હરિ,

પ્રત્યેક પળને સુખદ ગણ્યા કરું તને ખબર છે ?


Rate this content
Log in