તમન્ના મારી
તમન્ના મારી
છે તમન્ના મારી કે મારો દેશ મહાસત્તા બને,
છે તમન્ના મારી કે દેશ ભાગ્યવિધાતા બને,
રહે ન કોઈ કૃષિકાર ગરીબ સમૃદ્ધિને પામે,
છે તમન્ના મારી કે ભારત જ્ઞાનપ્રદાતા બને,
પાકે સપૂતો ગાંધી સરદાર સમા પરાક્રમી,
છે તમન્ના મારી કે હિંદ શાંતિપ્રદાતા બને,
છે તમન્ના મારી કે રામાયણ ગીતા ગૂંજે,
છે તમન્ના મારી કે દેશ ભક્તિપ્રદાતા બને,
ના રહે આતંક કે અપરાધ ખૂણેખાંચરે ,
છે તમન્ના મારી કે દેશ કર્મવિખ્યાતા બને.