થંભી ગયો સમય
થંભી ગયો સમય
દરેક ક્ષણે યાદ તારી આવી,
દરેક સમય બદલાતો ગયો,
દરેક ક્ષણ બીજા માટે જીવ્યો,
સમય પસાર થતો ગયો,
દરેક ક્ષણે રમત રમાઈ,
સમય સમય પર કસોટી થવા લાગી,
દરેક ક્ષણે લાગણીભર્યાં સંબંધ બંધાયો,
ના સમજાયું સમય સાથે તાલ ના જોડાયા,
એક સમયે સમય જ થંભી ગયો,
છેલ્લો શ્વાસ લેતા જ ખુદ માટેનો સમય વહી ગયો.
