થઈએ સજ્જ
થઈએ સજ્જ




સૌ થઈએ સજ્જ કોરોનાને હરાવવા.
સૌ થઈએ સજ્જ કોરોનાને હટાવવા.
થયો છે પગપેસારો એનો ચીનમાંથી જ,
સૌ થઈએ સજ્જ કોરોનાને હંફાવવા.
આખરે તો સૂક્ષ્મ જંતુ છે કે બીજુ કાંઈ,
સૌ થઈએ સજ્જ કોરોનાને વિદારવા.
લોકડાઉન ને સંયમ બે જ રસ્તા છે એના,
સૌ થઈએ સજ્જ કોરોનાને પડકારવા.
સામાજિક અંતર જાળવીએ પરસ્પરનું,
સૌ થઈએ સજ્જ કોરોનાનો નાશ કરવા.
માસ્ક પહેરી સફાઈ હાથની રાખીએ સૌ,
સૌ થઈએ સજ્જ કોરોનાને ધૂત્કારવા.
ઘરમાં જ રહીને લડીએ ના બહાર જઈએ,
સૌ થઈએ સજ્જ એને જડમૂળથી ઊખેડવા.