થાય કદર આપણી
થાય કદર આપણી
અપકાર ઉપર ઉપકાર કરે તો થાય કદર આપણી
જિહવાથી સદા સત્ય બોલે તો થાય કદર આપણી,
કરે કર્મો નિષ્કપટ બની તો થાય કદર આપણી
મધુર વાણીથી વ્યવહાર કરે તો થાય કદર આપણી,
પરપીડાને સ્વપીડા સમજે તો થાય કદર આપણી
મનને સદા નિર્મળ રાખે તો થાય કદર આપણી,
અહંતા મમતાને દૂર રાખે તો થાય કદર આપણી
પ્રેમના વહાવે પૂર હંમેશા તો થાય કદર આપણી,
સેવા સદભાવના હૈયે રાખે તો થાય કદર આપણી
સમર્પણ ભાવે કાર્યો કરે તો થાય કદર આપણી,
જીવન ઉપવનની દરકાર કરે તો થાય કદર આપણી
જનજનમાં ઈશ્વર નિહાળે તો થાય કદર આપણી.
