કદર
કદર
1 min
333
કરે માનવી નાના કામો તો થાય કદર આપણી
હોય હૂંફ,લાગણીને પ્રેમ તો થાય કદર આપણી,
સત્યના પગલે ચાલો તો શોભે જીવન આપણું
નીતિને હૈયે રાખો તો આવી જાય જિગર આપણી,
બાગમાં ખીલે છે પુષ્પો માળીની દરકાર થકી
જીવન બાગ મહેંકી રહે સદા એ ડગર આપણી,
થાય અંતરમાં અજવાળું તો પ્રગટી રહે આતમજ્યોતિ
એ જ્યોતિના અજવાળે સફળ જિંદગાની આપણી,
હોય સંસ્કાર સિંચનને હોય મહેનતની લગન
સફળતા તેને જઈ વરે એ જ નજર આપણી.
