STORYMIRROR

Pratik Sanghavi (પડકાર)

Inspirational

4  

Pratik Sanghavi (પડકાર)

Inspirational

થાવું

થાવું

1 min
25.9K


જીવનમાં મારે કાંઈક થાવું

બસ બાપુ બોલે ઇ માઇક થાવું


બાપુના મુખેથી રામ બોલાય છે

માઇકના કાને રામ સંભળાય છે

કથા સાંભળીને મારે કથા નું થઈ જાવું

બસ બાપુ બોલે ઇ...


હેજી મારે જ્ઞાનસભર વાણીમાં રે ખોવાવું

રવિ ઉગેને હરિના રંગમાં રે રંગાવું

બસ બાપુ બોલે ઇ....


સંસારની મજા તો ખોટી છે સાહેબ

મારે માનસ સાંભળી માનવ થાવું

બસ બાપુ બોલે ઇ...


હેજી મસ્ત મોટા કથા મંડપમાં

હરિનું નામ થઈ ગુંજાવું

કથાયજ્ઞમાં ભળી જઈને

જ્ઞાનની આહુતિ થઇ હોમાવું

બસ બાપુ બોલે ઇ...


હેજી કથા દ્વારા જગતના ચોકમાં

પ્રેમનું સંગીત પ્રસરાવું

કથામૃત દ્વારા જગતના મનના

વ્યથામૃતને શમાવું.

બસ બાપુ બોલે ઇ...


હેજી મારે બાપુના મુખેથી

કબીર સાહેબના દુહા થઈ ગવાવું

માનસની ચોપાઈ અને પેગંબરની વાતોથી

લોકોના હેયામાં પ્રેમભક્તિ જગાવું

બસ બાપુ બોલે ઇ....


બાપુની મીઠી વાણી લઇ

લોકોના કાન સુધી જાવું

કહે 'પડકાર' જગતના મનમાં

જ્ઞાનની જ્યોત જલાવું


બસ બાપુ બોલે ઇ માઇક થાવું

બસ બાપુ બોલે ઇ માઇક થાવું


Rate this content
Log in

More gujarati poem from Pratik Sanghavi (પડકાર)

Similar gujarati poem from Inspirational