તેપન વર્ષનો પ્રેમી
તેપન વર્ષનો પ્રેમી


તેપન વર્ષે પડ્યો પ્રેમમાં, ભઈ મજા પડી ગઈ
મહેલો સપનાના બાંધવાની મજા પડી ગઈ !
સોળ વર્ષની મુગ્ધાવસ્થા - સાન કે ભાન વગર
હવે સભાન ચિત્તે ભાન ખોવાની મજા પડી ગઈ !
એને પામવા જમીન આસમાન એક કરીશ !
એવા ગાંડા ઘેલાં કાઢવાની મજા પડી ગઈ !
કહે છે પ્રેમમાં 'એ'ના બધાં રૂપ લાગે રૂડા,
ગઝલ, ગીત બધુંજ માણવાની મજા પડી ગઈ !
કેલીડોસ્કોપ ફેરવીને મળે અવનવી રચના
શબ્દો ગોઠવી શેર મઠારવાની મજા પડી ગઈ !
કવિતા હાથવગી થશે? કોને ખબર ભઈ,
એક તરફા પ્રેમથી રીઝવવાની મજા પડી ગઈ !