STORYMIRROR

Falguni Desai

Romance

2  

Falguni Desai

Romance

તારો આભાસ

તારો આભાસ

1 min
13.6K


મહેક બની વસે છે તું મારા શ્વાસમાં,
અંગેઅંગ તારું વીટળાય વળે છે મને આભાસમાં...

અવિરત ચાહવું તને એ મારો પ્રેમ છે,
તું પણ ચાહે મને એ ભલે મારો વહેમ છે...

કાલ્પનિક ચિત્ર તારું મઢ્યું છે હૃદયમાં,
ઝૂલ્ફો તારી લહેરાઈ ઊઠે છે સહેજ પવનમાં...

રોજ રાહ જોવી તારી હવે શોખ છે,
તું ના આવે ભલે એ અફસોસ છે...

મહેક બની વસે છે તું મારા શ્વાસમાં,
આમજ ખીલી ઊઠું છું કયારેક તારી વાતમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Romance