તસવીર
તસવીર
1 min
558
યાદોનું આલબમ ખુલ્યું,
તસવીરો બઘી સરસ મજાની હતી,
અઢળક તસવીરોમાં ગોતુ મારુ બાળપણ,
કે યાદ કરું મારી યુવાની,
દરેક તસવીરની પોતાની અલગ કહાણી હતી,
કોઈ તસવીર દિલની ખુબ નજીક,
તો કોઈ તસવીર મનથી વિખૂટી પડેલી હતી,
દરેક તસવીર એ સાબિતી છે કે,
એ ક્ષણ માટે "એ" ક્ષણ મારી હતી.
અઢળક વહાલી છે મને મારી દરેક તસવીર,
મારી દરેક તસવીર આખરે સરસ મજાની હતી.
