સ્વપ્ન
સ્વપ્ન
વહીને કિનારા તળ બની જાય છે મારા સ્વપ્ન માં,
અને ઝાંઝવા જળ બની જાય છે મારા સ્વપ્ન માં,
પગ ઝબોળ્યા'તાં સાંજે તારી યાદ માં,
પછી દરીયા વિહવળ બની જાય છે મારા સ્વપ્ન માં,
ઢાંકી પીછોડી ને ફૂંક મારી ને ઠાર્યાં'તાં,
ઘાવ ઊના ફ્ળફ્ળ બની જાય છે મારા સ્વપ્ન માં,
અકબંધ છે ઠસ્સો અને મન અડીખમ સતત,
બધું વેરવિખેર હરપળ બની જાય છે મારા સ્વપ્ન માં,
લાખ સજાવી ફુલગુલાબી બતાવતી ફરૂ જાતને,
ચહેરા પર અનેક સળ બની જાય છે મારા સ્વપ્ન માં.
