સ્વપ્ન
સ્વપ્ન
એક સ્વપ્ન જેવું વર્તમાન હતું...
હું સફરમાં
એ મારી રાહમાં
ક્યાંક અજાણ્યું એ ચિત્ર હતું...
હરખાયા ચહેરા
પહેલી નજર જોયામાં
એ ચહેરા પાછળનું પણ કારણ હતું..
હું એની સાથે છતાં
એ મારા જ વિચારમાં
એ પણ કંઈક અદભૂત દ્રશ્ય હતું...
પછી તો શું ?
ભલે વર્તમાન પણ સ્વપ્ન જેવું જ
એને તો તૂટવાનું જ હતું.
