સ્વભાવ.
સ્વભાવ.




ચડતી કે પડતીનાં મૂળમાં,
રહેલો હોય છે સ્વભાવ આપણો,
જન્મોજન્મથી એ સાથે,
આવેલો હોય છે સ્વભાવ આપણો,
સાત જન્મોના સંસ્કારોને,
વિચારો વર્તન નકકી કરે આપણું,
ૠણાનુબંધને રખેને એ,
બંધાયેલો હોય છે સ્વભાવ આપણો,
નથી ખ્યાલ આવતો વ્યક્તિને,
પોતાના સ્વભાવનો કદી પણ,
અન્યથી વારંવાર અનુભવાયેલો,
હોય છે સ્વભાવ આપણો,
નથી આસાન બદલવો,
એને કોઈ ટેવની જેમ પ્રયત્નબળે,
આસપાસમાં સઘળે પંકાયેલો,
હોય છે સ્વભાવ આપણો,
ન ટાળી શકાય પણ,
વાળી શકાય ચોક્કસ મહાવરા થકી,
ક્યારેક સ્પ્રિંગવત્ એ દબાયેલો,
હોય છે સ્વભાવ આપણો.