STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

સુંદરશ્યામ, તજી હો અમને

સુંદરશ્યામ, તજી હો અમને

1 min
153


બલિહારી રસિયા ગિરિધારી,

સુંદરશ્યામ, તજી હો અમને,

મથુરાના વાસી ન બનીએજી.

વાંસલડી વાગી એવા ભણકારા વાગે છે,

વ્રજ-વાટ લાગે હવે ખારી... સુંદરશ્યામ.

જમુનાનો કાંઠો વા’લા, ખાવાને દોડે છે,

અકળાવી દે છે હવે ભારી... સુંદરશ્યામ.

વૃંદાવન કેરી શોભા તમ વિણ અમને તો,

નજરે દીઠી નવ લાગે સારી... સુંદરશ્યામ.

ગોવર્ધન તોળ્યો વા’લા, ટચલી આંગળીએ રે,

અમ પર ઢોળ્યો ગિરધારી... સુંદરશ્યામ.

બાઈ મીરાં કહે છે પ્રભુ, ગિરિધર નાગર,

સહાય કરી લેજો શુદ્ધ મારી... સુંદરશ્યામ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics