STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

સંકેત

સંકેત

1 min
292

સંકેત થકી પરમ સત્તા થોડામાં ઘણું કહી જાય,

સમજી ગયા જે સારમાં તે સાગર તરી જાય છે,


રહે છે વાત મનમાં ને આ મન બદલાઈ જાય,

કહે છે વિચારવાની વાતમાં તક તરવાઈ જાય છે,


બોલે હૃદય કે શ્રેષ્ઠ છે કશું, થઈ ને જ રહેશે ઉત્તમ,

પોરા કાઢવાની રીતથી બધું પાણી ડહોળાઈ જાય છે,


વ્યર્થ આડંબર કે વર્તને ભાગ્ય વેડફાઈ રહે છે સદા,

નિજ લલાટની એ શુભ રેખા સ્વયં ભૂંસાતી જાય છે,


આશય ભલે હોય નિ:સ્વાર્થનો અનર્થ પ્રગટી જાય,

નિર્માણ છે આ હાથમાં પણ નિમિત્ત ભૂલાઈ જાય છે,


રાહ શું જોયા કરો એ દૈવની કે કરશે કશુંક કલ્યાણ !

જોત જોતામાં જિંદગી કાંઈક એમ જ વહી જાય છે,


હજુ સારું કાંઈક આવશે જો એવી જ એષણા થાય ,

હાલ મળ્યું જે ઇષ્ટ, જો અવગણો તો ઓસરી જાય છે,


ઘણીવાર આમ જ વધુ સારાની મથામણમાં ભલા,

શ્રેષ્ઠ જે આવતું આ હસ્તમાં, રેત સમ સરકી જાય છે,


હશો ભલે મશહૂર ને ચબરાક પણ ક્યાંક એવું થાય,

કરતાં આયોજન ઉપરવટ 'ઈશ'થી તો વ્યર્થ જાય છે,


જે ડોર રેશમની થઈ નિયત જોડવા સબંધો ને અહીં,

થામજો બહુ હેતથી નહીં તો પળવારમાં છૂટી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational