Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

સ્મરણ તારું

સ્મરણ તારું

1 min
269


આધિ, વ્યાધિ, ઉપાધિ છોડાવે હરિ સ્મરણ તારું,

નામ સ્મરણે એ અંતર ભીંજાવે હરિ સ્મરણ તારું,


રહે રત હરિભક્તો અવિરત તારી દુનિયામાં સદા,

કલેશ મન તણા સહજ ભૂલાવે હરિ સ્મરણ તારું,


ના રહે પછી દુન્વયી છળકપટની માયાજાળ બધી,

નિજજનના એ નયનને ઊભરાવે હરિ સ્મરણ તારું,


થાય અનુભૂતિ આતમને પરમાત્માના અનુસંધાનની,

પછી મોહમાયા લેશ ન લલચાવે હરિ સ્મરણ તારું,


નિજાનંદે મહાલે જીવ વૈભવ એ પરમ પિતા પરમેશ,

ફેરો લખચોરાશી જીવ તણો છોડાવે હરિ સ્મરણ તારું,


પરમશાંતિ અનુભવતો આતમ નિજદોષને મમળાવે,

ધરા ઉપર જાણે સાકેત એ બોલાવે હરિ સ્મરણ તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational