શું માગું રે શું માગું
શું માગું રે શું માગું
શું માગું રે શું માગું,
કહે તારી પાસે તે શું માગું ?
પાશેર લોટ મને ખાવા મળી રહે,
ધનને તારી પાસે શું માગું... કહે.
ઝૂંપડી રહેવાને જ્યાં ત્યાં મળી રહે,
રાજપ્રસાદ તે શું માગું... કહે.
માન અને કીર્તિની પરવા ના મારે,
બેઠો ધરાઇને શું માગું... કહે.
તારી કૃપાથી મારે કૈંયે ના કાળ છે,
માગું તો એક તારું મનડું માગું... કહે.
- શ્રી યોગેશ્વરજી
