Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

શત શત વંદન હમારા

શત શત વંદન હમારા

1 min
237


હેત અને વ્હલપથી ભરેલી તારી આંખ

ઉડવાને તને હિંમતની મળી અનોખી પાંખ

હે જગ નારી તને શત શત વંદન અમારા.


સમર્પણ અને બલિદાન માટે ઓળખાતી

સ્વાર્થ ભરેલી દુનિયામાં ખુદને ભૂલી જાતી

હે જગ નારી તને શત શત વંદન અમારા.


પરિવાર કાજે સર્વસ્વ અર્પણ કરતી

આવે આફત તો હિંમતથી તું લડતી

હે જગ નારી તને શત શત વંદન અમારા.


ઘરની જવાબદારી હોંશેહોંશે તું સંભાળતી

સંતાન સુખ કાજે દુનિયાને ન ગણકારતી

હે જગ નારી તને શત શત વંદન અમારા.


પતિને પરમેશ્વર સંગ ગણી તું પૂજતી

એના સુખદુઃખને પોતાના ગણી સ્વીકારતી

હે જગ નારી તને શત શત વંદન અમારા.


ઘર સાથે ઓફિસ વર્ક પણ સંભાળતી

સર્વેમાં અવ્વલ નારી તું જ આવતી

હે જગ નારી તને શત શત વંદન અમારા.


મા બની હેત જ્યારે બાળક પર વરસાવે

ઈશ્વરને પણ આ ધરતી પર આવવા તરસાવે

હે જગ નારી તને શત શત વંદન અમારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational