શરણે જાતાં
શરણે જાતાં
અનુભવ શાંતિનો થાય પ્રભુને શરણે જાતાં,
ઉદય પુણ્ય કેરો દેખાય પ્રભુને શરણે જાતાં,
ઉધામા મન તણા સહજ શમન એનું થાય,
ઉર જાણે કે મલકાય પ્રભુને શરણે જાતાં,
ટળે સંતાપો તનમનનાંને શીતળતા પમાય,
રખેને હરિવર હરખાય પ્રભુને શરણે જાતાં,
આશા, તૃષ્ણા મનની ઊપજ અવગણાય,
હીર મનુજનું પરખાય પ્રભુને શરણે જાતાં,
અનહદ આનંદ અંતરે અદ્ભૂત એ ગણાય,
કૃપા થકી પરમને પમાય પ્રભુને શરણે જાતાં,
પ્રેમ પદારથે હો પુલકિત ગાત્રો સુખી જણાય,
હરિવર સાચા સગા મનાય પ્રભુને શરણે જાતાં..
