STORYMIRROR

Gunjan Patel

Romance Inspirational

4  

Gunjan Patel

Romance Inspirational

શ્રી કૃષ્ણ જીવનસાથીના રૂપે

શ્રી કૃષ્ણ જીવનસાથીના રૂપે

1 min
496

રુકમણી : હે પ્રિયતમ,વૃંદાવન રાધાના વિરહની વેદના નથી હું અજાણ,

વેદના અંતરમાં રાખી મુખ પર એ જ મલકાતું હાસ્ય રાખનાર

છો તમે મહાન,


શ્રીકૃષ્ણ : અરે પ્રિયે, આ તમારા પ્રિયતમ નથી તમારા પ્રેમ કરતા મહાન

મારો ભૂતકાળ જાણીને પણ તમે મને પ્રેમ કર્યો છે અપાર,


રુકમણી: ભૂતકાળ માટે રહેેેવુ છે અજ્ઞાન ભવિષ્ય જોયું છે તમારે સાથ,

રાણી તરીકે ના રાખો, પત્ની બનીને બનવું છે તમારો આધાર,


શ્રીકૃષ્ણ: વિના જોયે તમે રાખ્યો મુજ પર વિશ્વાસ,

હું જ આવીને હાથ ઝાલુ તમારો એ વિશ્વાસ જ મારા પ્રેમનો આધાર,


રુકમણી :રુપ જોઇને પ્રેમ ન થાય, પ્રેમ તો તમારી અંતરાત્માને સાથ,

એકવાર તો તમારી મધુર વાંસળી સંભળાવોને શ્યામ !


શ્રીકૃષ્ણ: વાંસળી અને તેનું સંગીત છૂટી ગયું વૃંદાવનને પાર,

આભૂષણમાંથી માત્ર વાજિંત્રમાં વાંસળીએ લીધો આકાર,

શ્યામ નહીં પણ દ્વારકાનો નાથ છે તમારે સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance