શોધી જો
શોધી જો
શબ્દોમાંથી સાર શોધી જો.
કોઈ નવો વિચાર શોધી જો.
ફરવું તારે ભ્રમણધરી વિના,
કોઈ કેન્દ્ર આધાર શોધી જો.
મળશે મનચાહ્યું ને મબલખ,
સંજોગોનો પડકાર શોધી જો.
હરઘડી છે મંગલ શુકુનવંતી,
આમદિનમાં તહેવાર શોધી જો.
નહીં મળે રહસ્યને શોધવાથી,
આતમની આરપાર શોધી જો.
