સહનશીલતા
સહનશીલતા
કામ ક્યારેક બગડી જાય છે સહનશીલતા વિના,
મોડેમોડે સત્ય સમજાય છે સહનશીલતા વિના,
મતભેદ તો તાસીર છે સમાજની વર્ષોજૂની રહી,
ખુદનાં સ્વજનો દૂર થાય છે સહનશીલતા વિના,
છે જરુરત કેળવવાની " નમવું" ને " ખમવું" સમો જોઈ,
આપ્તજનો પણ અકળાય છે સહનશીલતા વિના,
ધીરજ અનિવાર્ય ગુણ છે જે સૌએ રાખવો ઘટે,
મૌન તોડીને પછી પસ્તાય છે સહનશીલતા વિના,
નથી જરુરી કે દરેક વાત દરેકને કહી જ દેવાની,
ઉરની ઓષ્ઠે કદી બોલાય છે સહનશીલતા વિના,
ક્રોધ માનવીને ઘડીભરમાં ન કરવાનું કરાવી દેતો,
સંબંધોમાં પૂર્ણવિરામ મૂકાય છે સહનશીલતા વિના.