STORYMIRROR

Rekha Solanki

Fantasy

2  

Rekha Solanki

Fantasy

શમણાં

શમણાં

1 min
14.4K


લઈને આંખોમાં
શમણાં
તારી રાહ નીરખતી 
ઊભી હતી.

હદયમાં હતી
અપાર શ્રધ્ધા
ને મનમાં અઢળક
વિશ્વાસ તારા પ્રત્યે!

તારા એક ટહુકે હું
ચાલી નીકળી મારું
દ્વાર છોડી
તારી પાછળ
મોહાંધ બની!

વિશ્વાસ હતો કે
તું
લઇ જઇશ
શમણાંની સુંદર,
સલોની દુનિયામાં!

ને પછી સજાવીશું
આપણી પોતાની
એક, આગવી
સપનાંની નગરી
ને પછી રહીશું
આપણે મુક્ત
પંખીની જેમ.
હું
મુક્ત મને વિહરીશ,
તારી
એ દુનિયામાં!
પણ આ શું?
હું તો હતી નિંદ્રામાં
ને સ્વપ્નાં હતાં આ તો
બધાં!


Rate this content
Log in

More gujarati poem from Rekha Solanki

Similar gujarati poem from Fantasy