શિક્ષકો મારા
શિક્ષકો મારા
મનના કોઈ અગોચર ખૂણે,
એ વસી ગયા શિક્ષકો મારા,
જાણે કે અંતરે આવીને સ્વયં,
હસી ગયા શિક્ષકો મારા.
સ્મૃતિઓ હજુએ અકબંધ છે,
શાળા જીવનની મારી,
જાણે અજાણે કેટકેટલું મનમાં,
રોપી ગયા શિક્ષકો મારા.
જ્ઞાન તો ખરું જ સાથોસાથ,
સંસ્કારને શિખામણને,
વારસો માનવનો રખેને ઉરમાં,
રખોપી ગયા શિક્ષકો મારા.
દત્તાત્રેયથીય વધુ છે સંખ્યા,
એમની જળવાઈ રહી છે,
જેક યા બ્રેકનું કરી કામને,
એસ્થાપી ગયા શિક્ષકો મારા.
