સદગુણો.
સદગુણો.


સદગુણો આભૂષણ બની જાય છે જીવનમાં,
મહત્ત્વ એનું સમય થકી સમજાય છે જીવનમાં,
સિંગાર છે આત્માનો એ ઉન્નતિ કરનારો સદા,
પછી મનુષ્યમાંથી દેવ થઈ જાય છે જીવનમાં,
કીમત માનવીની સદાચાર થકી જ થનારી છે,
સદાચાર થકી જ માનવી પંકાય છે જીવનમાં,
દૃષ્ટ માનવી પણ મનોમન સદગુણો સરાહતા,
આચારશુદ્ધિ વડેજ મૂલ્ય અંકાય છે જીવનમાં,
મતિ એવી ગતિ હોય આખરે પ્રત્યેક જીવની,
સદવર્તને ચાર ચાંદ લાગી જાય છે જીવનમાં.