સાદગી
સાદગી




ખોટા ખરચમાંથી બચાવે છે સાદગી.
મૂલ્યોનાં મહત્વને વધારે છે સાદગી.
સરળતા સહજ વિકસે છે વ્યક્તિમાં,
પાઠ કરકસરના એ ભણાવે છે સાદગી.
નીતિમત્તાનું ધોરણ અનાયાસે પળાતું,
જરુરિયાતો ઓછી કરાવે છે સાદગી.
ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે સાદગીથી,
સાદાં જીવને ઉચ્ચતા અપાવે છે સાદગી.
અપેક્ષાનું સ્તર નીચું આવી જાય છે ને,
મનનો ઉચાટ આખરે શમાવે છે સાદગી.