STORYMIRROR

Kayam Hajari

Inspirational Others

3  

Kayam Hajari

Inspirational Others

રાસ ગરબા

રાસ ગરબા

1 min
27.9K


માતની આરાધના કાજે રમો બસ રાસ ગરબા,

બ્રહ્મની ઉપાસના કાજે રમો બસ રાસ ગરબા.


આ જગત કાજે તો રમ્યા ત્રણસો પંચાવન દિવસ હા,

દસ દિવસ તો માતના કાજે રમો બસ રાસ ગરબા !


તાલીઓના તાલ પરને વાંસળીના સુર ઉપર,

શ્યામ મય બસ થઇ જવા કાજે રમો બસ રાસ ગરબા.


રાસ ના ચક્કર કહે છે સર્વને કે, લાખ ભવના

ચક્કરોથી છુટવા કાજે રમો બસ રાસ ગરબા.


દોસ્ત ! ભક્તિના નશામાં મસ્ત થઈ, ચક્ચુર થઈને

નાચવા ને ઝુમવા કાજે રમો બસ રાસ ગરબા.


આવડે જોતા તો આ દુનિયા જ વૃંદાવન છે, મિત્રો !

દ્રષ્ટિ એવી પામવા કાજે રમો બસ રાસ ગરબા.


આપણી ભીતર વસે છે એક રાધા, એક મીરા,

એ હકીકત જાણવા કાજે રમો બસ રાસ ગરબા.


મોર પીછી સમ ચમકતા ને દમક્તા રંગથી,

આ જિંદગીને રંગવા કાજે રમો બસ રાસ ગરબા.


દૂર સંકટ થઇ જશે ને પૂર્ણ ઇચ્છાઓ ય થાશે,

'મા'ની કૃપા પામવા કાજે રમો બસ રાસ ગરબા.


મંત્ર છે એ, નાદ છે એ, ધ્યાન છે એ, ને યોગ છે,

બસ ! સમાધિસ્થ થઇ જવા કાજે રમો બસ રાસ ગરબા.


એટલુ 'કાયમ' કહે છે આજ કે આ જિંદગીને

જિંદગીમાં માણવા કાજે રમો બસ રાસ ગરબા.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational