Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kayam Hajari

Others

4  

Kayam Hajari

Others

ચર્ચા

ચર્ચા

1 min
14.2K


કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા;

રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.


ભૂખે મરતાઓને કહી દો, જરા થોભે ને રાહ જોવે,

હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા !


હતો, જે ભાર માથા પર એ નો'તું થાકનું કારણ

ગયા થાકી હકીકતમાં કરી એ ભારની ચર્ચા.


જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો' તો

તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.


ગરીબી જો હટી જાશે, તો નેતાઓનું શું થાશે ?

પછી કરશે અહીં કોના ભલા-ઉદ્ધારની ચર્ચા.


વહે છે ખૂન જ્ખ્મોથી અને એ જખ્મીઓ સામે,

અમે કરતા રહ્યા 'કાયમ' ફક્ત ઉપચારની ચર્ચા.


Rate this content
Log in