રાખડી
રાખડી
જીવનભર ખાલી તરસતો રહું,
રાખડીનાં તાંતણે વરસતો રહું,
હ્દયની ગલીઓમાં છે ભીનાશ,
સ્નેહમાં તારાં તરબતર થતો રહું,
રંગભીનાં અવસરનાં બંધનોમાં,
સંબંધો માફક રોજ સચવાતો રહું,
અંધારી ગલીઓનો હું તારો હીરો,
કલાઈમાં સદૈવ ચમકતો રહું,
અક્ષત કંકુમાં છે તારું સમર્પણ,
ને આોવારણાંમાં ધબકતો રહું,
ખુશીઓનાં આ અવસરોમાં,
રાખડીનાં તાંતણે વરસતો રહું.
