રાખડી
રાખડી
બહેની બાંધજે એવી રાખડી કે,
તારો વીર વૃક્ષારોપણ કરે.
બહેની બાંધજે એવી રાખડી કે,
તારો વીર વૃક્ષને જાતે ઉછેરે.
રહે દૂર દુન્વયી કાવાદાવા થકીને,
સરળતા જીવનમાં આચરે.
બહેની બાંધજે એવી રાખડી કે,
તારો વીર મુખે પરા ઉચ્ચારે.
રહે માતાપિતાની આજ્ઞામાં ને,
વૃદ્ધાવસ્થામાં એનું પાલન કરે.
બહેની બાંધજે એવી રાખડી કે,
તારો વીર ફરજમાં પારોઠ ન ભરે.
સદાચારે જે જીવન જીવી જાણે,
મહામારીથી જે કદીએ ના ડરે.
બહેની બાંધજે એવી રાખડી કે,
તારો વીર સંયમને સદા અનુસરે.