STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

રાહ જોશે

રાહ જોશે

1 min
357

પંથી બનીને આગળ વધી જા મંજિલ તારી રાહ જોશે.

થોડીક તું હજુ ધીરજ ધરી જા મંજિલ તારી રાહ જોશે.


છે રસ્તો અટપટો તેથી શું? ન હિંમત હાર મુસાફર તું, 

કૈંક અવનવુંને અધિક કરી જા મંજિલ તારી રાહ જોશે.


સફળતા આજે ન મળી તો શું? મનોબળ ના ગુમાવ તું, 

કર્મપથની વાટે ઉત્સાહ ભરી જા મંજિલ તારી રાહ જોશે.


અંતરાય તારા માર્ગના સાફલ્યનાં સોપાનો બની જવાનાં, 

ભરવસંતે ના તું લેશમાત્ર ખરી જા મંજિલ તારી રાહ જોશે.


તું જ છો તારો ભાગ્યવિધાતા કંડારજે કેડી પ્રયત્નબળે,

તું જ નાવને તું જ દરિયો તરી જા મંજિલ તારી રાહ જોશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational