STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

રાધા અને મીરાં

રાધા અને મીરાં

1 min
232

તડપ પ્રેમની કેવી હોય તે,

રાધાને જઈ પૂછો,

 ભક્તિની લગન કેવી હોય તે,

મીરાંને જઈ પૂછો,


વિરહની પીડા કેવી હોય તે,

રાધાને જઈ પૂછો,

વિષના ઘૂંટડા કેવા હોય તે,

મીરાંને જઈ પૂછો,


પ્રેમનો માર્ગ કેવો હોય તે,

રાધાને જઈ પૂછો,

ભક્તિનો રંગ કેવો હોય તે,

મીરાંને જઈ પૂછો,


પ્રેમનું બંધન કેવું હોય તે,

રાધાને જઈ પૂછો,

ભક્તિની શક્તિ કેવી હોય તે,

મીરાંને જઈ પૂછો,


પ્રેમની કસોટી કેવી હોય તે,

રાધાને જઈ પૂછો,

ભક્તિના પારખાં કેવા હોય તે,

મીરાંને જઈ પૂછો,


"મુરલી" નો નાદ કેવો હોય તે,

રાધાને જઈ પૂછો,

દર્દનો પોકાર કેવો હોય તે,

મીરાંને જઈ પૂછો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational