STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

પરખ

પરખ

1 min
346

જિંદગીની પરખમાં એક દિવસ ખુદના શ્વાસ પણ દગો દેશે,
છે અર્થહીન સઘળી અપેક્ષાઓ કે પારકી આશ પણ દગો દેશે !

સગા સ્નેહીઓની પરખ થઈ છે પાકી,પછી કોઈ અફસોસ નથી,
ખરે ટાંકણે જ જાણીતા ઉપરનો દ્રઢ વિશ્વાસ પણ દગો દેશે !

પ્રથમથી જ ઝાંઝવાની પરખ કરીને બેઠા છીએ અમે મરુસ્થલમાં,
ખબર જ હતી કે એક દિવસ ખુદની તરસ પણ દગો દેશે !

હવાની પરખ વગર જ સઢની દિશા નક્કી કરી નાખી સફરમાં,
ખબર નહોતી કે પ્રેમના પથ પર મંઝીલનો ભાસ પણ દગો દેશે !

હોત જો પરખ સપનાઓની ન છેતરાત ઉજળા છળ થકી કદી,
નથી હેરત હવે કે અમારી ખુલ્લી આંખે હકીકતો પણ દગો દેશે !

પરખ પ્રકાશની થયા પછી આવી છે માફક દોસ્તી ઘોર અંધારાની,
આંખો અંજાઈ તો ખબર પડી કે ઉછીનો અજવાસ પણ દગો દેશે !

"પરમ" તારી ખોજમાં થયો અનહદ "પાગલ" ખુદની પરખ વગર,
અંતે પડી ખબર કે સત્યની આત્મવંચનાનો આભાસ પણ દગો દેશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational