પરિવાર
પરિવાર


સાથે મળીને રહેવાનો વિચાર આપણો.
એથી જ સંભવે છે પરિવાર આપણો.
મમતા એકમેકની બાંધી રાખતી કેટલી,
વસમા વખતમાં થાય ઉપચાર આપણો.
'જોઈ લઈશ' ને બદલે 'સમજી લઈશ' સૂત્ર,
મળે સામેના વિચારને આવકાર આપણો.
'આગપાણી' થૈને સંપસલાહે રહેવાનું,
સહકાર થકી દીપે છે સંસાર આપણો.
ત્યાગને સમર્પણની ભાવના હોવી ઘટે,
પરિવાર એ કુટુંબનો સિંગાર આપણો.