પરિશ્રમ કરતાં રહો
પરિશ્રમ કરતાં રહો


પરિશ્રમનું મહત્વ સમજી પરિશ્રમ કરતાં રહો,
સપનાં સાકાર કરવા સતત પરિશ્રમ કરતાં રહો,
હેઠાં બેસીને કદી ન થતાં સપનાં સાકાર જાણ,
સિધ્ધિઓ પામવાને સતત પરિશ્રમ કરતાં રહો,
કુદરતનું સૌન્દર્ય જોઈ અચરજ ન પામો કદી,
અદ્ભુત છે દુનિયા નિત-નવી શોધ કરતાં રહો,
શિખરે પહોંચવાને મુસીબતો ભલે સતાવતી,
હિંમત હાર્યા વગર સતત પરિશ્રમ કરતાં રહો,
સફળતા સામે ઊભી હશે અચંબો ના પામજે,
ભાગ્ય ઝળહળશે એક દિન પરિશ્રમ કરતાં રહો.